બોટાદ શહેરના વિકાસની ગતિને વેગ આપતા વોર્ડ નંબર-૯ માં હિફલી વિસ્તારમાં ડોક્ટર હાઉસ સામે અંદાજિત ₹૫૦,૦૦,૦૦૦/- ના ખર્ચે સાકાર થનાર બોક્સ કલવર્ટનું ગતરોજ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભારત માતાના જયઘોષ અને ભારે ઉત્સાહ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી છે.આ પ્રસંગે બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાંવલિયા તેમજ કારોબારી ચેરમેન જયશ્રીબેન જાંબુકીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિસ્તારમાં પાણીના નિકાલ અને અવરજવરની સમસ્યા હલ થશે, જેનાથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં મોટો વધારો થશે.આ કાર્યક્રમમાં વોર્ડ નંબર-૯ ના સભ્ય સતુભાઈ ધાધલ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ મહેશભાઈ, શહેર મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.