અહેવાલ – કનુભાઈ ખાચર
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ મંગલ પગલાં કરી અબોલ પશુઓ ને માંગલિક ફરમાવી પૂજ્ય ગુરુદેવ ની પ્રેરણાથી પાંજરાપોળ સ્ટાફ ને રેશન કીટ અર્પણ કરવામાં આવેલ હતી.

પૂજ્ય ગુરુદેવ દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમ ને આશીર્વાદ અર્પણ કરવામાં આવેલ હતા. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ગુરુદેવ ને કોટી કોટી વંદન કરે છે.

