બોટાદ RTO કચેરી દ્વારા ‘એઆરટીઓ ઉપવન’ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 151 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એચ. એમ. વોરા અને જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

RTO વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૃક્ષો હવાને શુદ્ધ કરવા, જૈવવિવિધતાનું જતન કરવા અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.