પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકા ના લાઠીદડ ગામે શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ અને ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળે યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો;

કોલેજના આચાર્ય પોતાના સંબોધનમાં યોગના આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે યોગ શરીર, મન અને આત્માને સંતુલિત રાખે છે, જ્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો

અને અંતે સંદેશ આપવામાં આવ્યો કે “યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવો, સ્વસ્થ રહો અને સમાજને આરોગ્યમય બનાવો.”આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો તેમજ કોલેજના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

