મંત્રી પરષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ સ્વસ્થ થયા છે. તેઓ પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. તેમણે દાદાના દર્શન કરી ધ્વજા ચઢાવી વિશેષ પૂજન-અર્ચન કર્યું.આ દરમિયાન બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી વનરાજસિંહ ડાભી, વિનુભાઈ સોલંકી અને કોળી સમાજના અગ્રણીઓ પણ મંત્રીને શુભેચ્છા પાઠવવા સાળંગપુર આવ્યા હતા.પરષોત્તમ સોલંકી એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત સુધરતા તેઓ ફરી જાહેર જીવનમાં સક્રિય થયા. સાળંગપુર આવતા પહેલા તેઓ ભાવનગર પહોંચ્યા.

તેમની સાથે પત્ની, પુત્ર દિવ્યેશ અને પુત્રીએ પણ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમણે પોતાની તબિયત અને કામ અંગે પ્રતિક્રિયા આપી.તેમણે કહ્યું, તબિયત ખરાબ હોવાથી ઘણા લોકોને મળી શક્યા નથી. જેટલા કામ થઈ શકે તેટલા કરવાનો પ્રયાસ કર્યો છે. દાદાના ચરણોમાં પ્રાર્થના કરી કે લોકોના કામ તેમના હાથે પૂરા થતા રહે.