બોટાદ જિલ્લાના ઢીકવાળી ગામે એક વિચિત્ર પ્રકારની મુશ્કેલી સામે આવી છે. ગામની નજીક આવેલી વાડીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર પર કુકડાના અવાજ વગાડવામાં આવતા હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ધ્વનિ પ્રદૂષણ વહેલી તકે બંધ કરવામાં આવે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઢીકવાળી ગામની સીમમાં આવેલી એક વાડીમાં અજ્ઞાત કારણોસર લાઉડ સ્પીકર ગોઠવવામાં આવ્યા છે. આ સ્પીકરમાંથી સતત કુકડા બોલતા હોય તેવો અવાજ વગાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ પ્રક્રિયા માત્ર રાત્રે આ અવાજો ચાલુ રહે છે.આખી રાત સ્પીકર પર કુકડાનો કર્કશ અવાજ આવવાને કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ સુઈ શકતા નથી.સતત એકધારા અવાજને કારણે લોકોમાં ચીડિયાપણું અને માનસિક અસ્વસ્થતા વધી રહી છે.સ્થાનિકોએ આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વાડી માલિક દ્વારા કયા હેતુથી આ અવાજ વગાડવામાં આવે છે તે સ્પષ્ટ નથી, પણ તેનાથી આખા ગામની શાંતિ જોખમાઈ છે.”રાત પડે એટલે સ્પીકર ચાલુ થઈ જાય છે. કુકડાના અવાજને કારણે અમે શાંતિથી ઊંઘી પણ શકતા નથી. અમારી માંગ છે કે તંત્ર આ બાબતે તપાસ કરે અને વહેલી તકે આ ત્રાસ બંધ કરાવે.” – ગામના એક સ્થાનિક રહીશ.ઢીકવાળી ગામના લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર અથવા સ્થાનિક પોલીસ આ મામલે હસ્તક્ષેપ કરે. રાત્રિના સમયે વગાડવામાં આવતા આ લાઉડ સ્પીકર બંધ કરાવી ગ્રામજનોને આ અનોખા ‘કુકડા’ ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.
અમરેલી
January 3, 2026
બોટાદના ઢીકવાળી ગામમાં ‘કુકડા’ના અવાજનો ત્રાસ, લાઉડ સ્પીકરના ઘોંઘાટથી ગ્રામજનોની ઊંઘ હરામ
બોટાદ જિલ્લાના ઢીકવાળી ગામે એક વિચિત્ર પ્રકારની મુશ્કેલી સામે આવી છે. ગામની નજીક આવેલી વાડીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર...
ગજેન્દ્ર ખાચર
Author at सिटी समाचार