આગામી ‘ભીમ અગિયારસ’ અને ‘મોહરમ’ના તહેવારોને ધ્યાનમાં રાખી ગઢડા પોલીસે શહેરમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પી.આઈ. કે.એન. ચોપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી કરી હતી.

આ કામગીરી અંતર્ગત ખાસ કરીને એસ.ટી. ડેપો અને શાળા-કોલેજોની આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોને ઝડપી પાડી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.આ પેટ્રોલિંગમાં પીએસઆઈ હેરમા અને પીએસઆઈ ગોહિલ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો.

પોલીસનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તેમજ નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

પોલીસની આ સક્રિય કામગીરીથી શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળી રહી છે.