અહેવાલ – કનુભાઈ ખાચર સિટી સમાચાર
ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ નાં ગૌરાંગભાઈ તથા તેમની એસ આઈ પી ટીમના સદસ્યો દ્વારા પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લઇ ટીમ દ્વારા અબોલ પશુઓને રોટી તથા ગોળનું નિરણ કરી ₹.1,00,000/ (એક લાખ)જીવદયા માં અર્પણ કરવામાં આવેલ છે,નિરણ બાદ પૂ.ગુરુદેવ નાં સેવકો તેમજ ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ નાં સદસ્યો નાં સાધર્મિક ભક્તિ નો લાભ પ્રેરક પરિવારના શ્રીમતિ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી પરિવાર તરફથી લેવામાં આવેલ હતો.

શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમ ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ ના જીવદયા નાં સુકૃત કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે.આભાર ખુબ ખુબ ધન્યવાદજગત નાં સર્વે જીવોનુ કલ્યાણ થાવો શુભ થાવો મંગલ થાવો
