પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. ઍન્ડ ચેરિ. ટ્રસ્ટ બોટાદ સ્થાપનાની 50 વર્ષ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. ઍન્ડ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત અત્રેની શાળામાં’સરદાર વલ્લભભાઈ પટેલ’ને કેન્દ્રમાં રાખીને તા. 31/12/2025 ના રોજ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 11 વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કેશવભાઈ પરમાર તેમજ પ્રતિકભાઈ આર.રાઠોડે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિવેકભાઈ એ.ઘાંઘળે સંભાળ્યું હતું. વિજેતા સ્પર્ધકોને એસ.પી.પિપાવત સાહેબ તેમજ જે.ડી.સવાણી સાહેબ અને પ્રદીપભાઈ ખાચર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે સરદાર સાહેબના ઉમદા કાર્યો વિશે સમજણ આપી હતી.સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્ય બી.બી.ગૌસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.