અહેવાલ – મિલન બગડીયા
બોટાદ શહેરના તુરખા રોડ પર આજે સવારના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જીનિયસ સ્કૂલની બસ પાછળ એક મોટરસાયકલ ધડાકાભેર અથડાતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સૂત્રો પાસેથી માહિતી મુજબ, જીનિયસ સ્કૂલની બસ જ્યારે વિદ્યાર્થીઓને લઈને સ્કૂલે જઈ રહી હતી, ત્યારે તુરખા રોડ પર પાછળથી આવી રહેલા એક બાઈક ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવવાને કારણે બાઈક સીધી સ્કૂલ બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.