અહેવાલ – પારસ ગાંધી – પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખશ્રી છોટાલાલ પ્રેમચંદભાઈ ગોપાણી ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પાંજરાપોળના પટાંગણમાં બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું

આજના આ બટુક ભોજન પ્રસંગે બાબરકોટ સ્કૂલના 350 બાળકો તથા પાળીયાદ દરબારગઢ સ્કૂલના 100 બાળકોને રસ પુરી તથા ખમણ નું ભોજન અર્પણ કરવામાં આવે સાથે સાથે પાંજરાપોળ સમગ્ર સ્ટાફ મેમ્બર્સને પણ પ્રસાદનો લાભ અર્પણ કરવામાં આવેલ હતો.

બટુક ભોજન નો લાભ પ્રમુખ પરિવારના પૌત્ર તથા પૌત્રવધુએ લીધેલ હતો હસ્તે કૃપાલીબેન હિતેશભાઈ ગોપાણી.ઈશાબેન સચિનભાઈ ગોપાણી. કોમલબેન ધવલભાઈ ગોપાણી.નિરાલીબેન મિતુલભાઈ ગોપાણી રૂચીબેન કેવિનભાઈ ગોપાણી.રુચિતાબેન સ્મિતભાઈ ગોપાણી.એસાબેન પ્રતિકભાઈ ગોપાણી.પ્રમુખશ્રી ને હાર્દિક શ્રદ્ધાંજલિ સહ પરિવારજનો ને ખૂબ ખૂબ અનુમોદના.