બોટાદબોટાદ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૦૧ના નવા અત્યાધુનિક બિલ્ડીંગનું અંદાજે રૂ.૨.૫ કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આગામી શૈક્ષણિક સત્રથી આશરે ૧૦૦૦ જેટલા બાળકો આ નવા બિલ્ડીંગમાં અભ્યાસનો લાભ લેશે. આ બિલ્ડિંગના ખાતમુહૂર્ત બાદ માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં ભવ્ય બિલ્ડીંગનું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવું બિલ્ડીંગ હવે વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.આ લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટયથી કરી હતી.

ત્યાર બાદ, સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિકભાઈ વડોદરીયાએ આપી હતી. નવા બિલ્ડીંગના નિર્માણ અને આધુનિક સુવિધાઓ મળવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, અગ્રણી મયુરભાઈ પટેલ, કિરીટભાઈ પાટીવાળા, પ્રતીકભાઈ વડોદરીયા, સંજયકુમાર ચૌધરી, નીરુબેન ત્રાસડીયા, ચંદુભાઈ સાવલિયા, દિલીપ ભાઈ જોષી, છત્રપાલભાઈ ધાધલ, વિવિધ સહકારી મંડળીઓના સભ્યો, જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
