બોટાદ જિલ્લાના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને અગ્રણીઓ માટે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યું છે. જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન (મુંબઈ) અને IGI ના સંયુક્ત ઉપક્રમે તેમજ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના વિશેષ સહયોગથી આગામી તારીખ: ૯ જાન્યુઆરી, ૨૦૨૬ (શુક્રવાર) સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળુંએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ દ્વારા યોજાનારો આ ૧૦મો બ્લડ ડોનેશન કેમ્પ છે. માનવતાના આ કાર્યમાં સહભાગી થનાર દરેક રક્તદાતાના ઉત્સાહને વધારવા માટે સંસ્થા તરફથી પ્રોત્સાહન રૂપે સારી કંપનીનું ટિફિન ભેટ આપવામાં આવશે.ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદના તમામ રત્નકલાકારો અને શહેરના નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અને પુણ્યનું ભાથું બાંધવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Uncategorized
January 2, 2026
બોટાદ શહેરના ડાયમંડ પ્લાઝા ખાતે દસમો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
બોટાદ જિલ્લાના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને અગ્રણીઓ માટે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યું છે. જેમ...
ગજેન્દ્ર ખાચર
Author at सिटी समाचार