બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સર્વોપરી સંસ્થા, શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થીઓ પોતાની રસ – રુચિ અને ક્ષમતા મુજબ સાચી દિશા પસંદ કરી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી સંસ્થાના ડાયરેક્ટરશ્રી દિનેશભાઈ જાખણીયાના માર્ગદર્શન હેઠળ ” ધો.10 પછી શું?” કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.

આ તકે વિદ્યાર્થીઓને ધો.10 પછી કયા કયા ફિલ્ડ માં જઈ શકાય, આગળ ઉચ્ચ અભ્યાસ શેમાં રીતે કરી શકાય જેવા કે આઈટી, મેડિકલ,એન્જિનિયરિંગ, સી.એ સી.એસ..MBA,MCA, એલ.એલ.બી.GPSC ,UPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરે, તેમાં ફી કેટલી હોય, નોકરીની શક્યતાઓ કેવી અને કેટલી હોય,પ્લેસમેન્ટ કેવું મળે, વિવિધ ક્ષેત્રોમાં રહેલી નોકરીને તકો ,ભવિષ્યના સ્કોપ વિશે સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. સંકુલ નો હંમેશા પ્રયાસ રહ્યો છે કે વિદ્યાર્થીઓ માત્ર ભણે જ નહીં પણ એક સ્પષ્ટ લક્ષ્ય સાથે આગળ વધે. આ સેમિનારથી વિદ્યાર્થીઓમાં રહેલી મૂંઝવણો દૂર થઈ હતી. આ સેમિનારથી વિદ્યાર્થીઓને સચોટ અને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું હતું.
