ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મંત્રી સંજયભાઈ દેસાઈએ આજે સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રદેશ સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાયા બાદ તેઓ પ્રથમ વખત દાદાના દ્વારે શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.
સંતોના લીધા આશીર્વાદ

સંજયભાઈ દેસાઈએ હનુમાનજી દાદાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ સાળંગપુર મંદિરના પૂજ્ય સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને સમાજ સેવાના કાર્યોમાં વધુ સફળતા મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
પક્ષના હોદ્દેદારો દ્વારા સ્વાગત અને અભિનંદન
આ પ્રસંગે બોટાદ જિલ્લાના રાજકીય અગ્રણીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે:મયુરભાઈ પટેલ (પ્રમુખ, બોટાદ જિલ્લા ભાજપ)જીગ્નેશભાઈ બોળીયા સહિતના આગેવાનોએ નવનિયુક્ત મંત્રી સંજયભાઈ દેસાઈનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

સંજયભાઈ દેસાઈની આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. પ્રદેશ મંત્રી તરીકે તેમની નિમણૂકથી સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં સંગઠનલક્ષી કામગીરીને વધુ વેગ મળશે તેવો આશાવાદ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.
