બોટાદ – રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ખાતે પુરવઠા અધિકારી અર્જુન ચાવડાની અધ્યક્ષતામાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભીમડાદ ગામ સહિત અન્ય ગામોના લોકોએ સરકારના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો.

આ તકે મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, અગ્રણી પ્રતાપભાઈ યાદવ, ધીરુભાઈ બાવળીયા, પરેશભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ ઘરજીયા, વિસ્તરણ અધિકારી પંચાયત પ્રદ્યુમનસિંહ ટાંક અને હરદેવસિંહ ગોહિલ, વેટનરી અધિકારી હર્ષ પટેલ, આરોગ્ય અધિકારી, અન્ય ગામોના તલાટી કમ મંત્રીએ, શિક્ષણ વિભાગ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
