વિદ્યાર્થીએ 420 કિમી સ્કેટિંગ કરી ગિનિસ રેકોર્ડ બનાવ્યો:ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની અદભૂત સિદ્ધિ ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી મેણીયા વિશ્વજીતે સ્કેટિંગ દ્વારા ભાવનગરથી દ્વારકા સુધી 420 કિલોમીટરનું અંતર કાપી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આ સિદ્ધિ શાળા પરિવાર માટે ગૌરવની વાત છે.વિશ્વજીતે આ અદભૂત પ્રવાસ શાળાના સ્કેટિંગ કોચ દિનેશસર અને વિવેકસરના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો હતો. તેણે આ લાંબુ અંતર સ્કેટિંગ કરીને કાપ્યું, જે તેની દ્રઢતા અને કૌશલ્ય દર્શાવે છે.

આ અસાધારણ સિદ્ધિ બદલ ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારે વિદ્યાર્થી અને તેના વાલીશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. શાળાએ વિશ્વજીતની ભવિષ્યની યાત્રાઓ અને સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી છે.