જો તમે ગૂગલ પર કંઈક સર્ચ કરો અને તમારી સ્ક્રીન અચાનક હલવા કે નાચવા લાગે, તો હેરાન થવું સ્વાભાવિક છે. પરંતુ આ કોઈ ખામી નથી, પણ ગૂગલનો એક મજેદાર ઈન્ટરનેટ ટ્રેન્ડ છે. આજકાલ 67 અથવા 6-7 સર્ચ કરવા પર ગૂગલ સ્ક્રીનને હલાવી દે છે. આ ફીચર એક વાયરલ મીમ સાથે જોડાયેલું છે, જે હવે ઈન્ટરનેટ કલ્ચરનો હિસ્સો બની ગયું છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે આ 67 ટ્રેન્ડ શું છે અને ગૂગલ તેની સાથે કેવી રીતે જોડાયું.
67 ટ્રેન્ડ એક વાયરલ ઇન્ટરનેટ મીમ છે જે સોશિયલ મીડિયાથી ગુગલ સુધી ફેલાયો છે. જ્યારે તમે ગુગલ સર્ચ બારમાં 67 અથવા 6-7 ટાઇપ કરો છો, ત્યારે સર્ચ રિઝલ્ટ ખુલતાની સાથે જ આખી સ્ક્રીન હલી જાય છે. એવું લાગે છે કે તમારી સ્ક્રીન ડાન્સ કરી રહી છે. આ મજેદાર ઇફેક્ટ મોબાઇલ અને ડેસ્કટોપ બંને પર કામ કરે છે.