આમ નગરજનો ની ગાડી રોડ પર હોય તો દંડ ની કાર્યવાહી અને જો પોલીસકર્મી ની પ્રાઇવેટ ગાડી હોય તો કાર્યવાહી કેમ નહિ ?

*પ્રતિનિધી – વનરાજસિંહ ધાધલ*
બોટાદ શહેર માં ટ્રાફિક નિવારવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ ને એક ટોઈગ વાહન આપવામાં આવ્યું છે શહેર ના મુખ્ય રોડ પર નગરજનો દ્વારા પોતાના વાહનો પાર્કિગ કર્યું હોય છે કારણ કે શહેર માં કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી જેના કારણે વાહન ના છુટકે રોડ પર પાર્કિગ કરવું પડે છે ત્યારે બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિવારવા માટે આમ નગરજનો નું વાહન ટોઈગ કરી લઈ જઈ દંડ ની કાર્યવાહી કરવામાં આવે છે તો શું કાયદો ફક્ત આમ જનતા માટે જ છે જયારે બોટાદ શહેર ના ટાવર રોડ પર પોલીસ કર્મચારી ની પ્રાઇવેટ ફોર વહીલ ગાડી રોડ પર ટ્રાફિક અડચણ માફક પડી છે ત્યારે આ સમય ટ્રાફિક પોલીસ બોલેરો તેમજ ટોઈગ વાહન પસાર થાય છે પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી જાણે આવડી મોટી ફોર વહીલ એ પણ નંબર પ્લેટ વગર ની અને બ્લેક ફિલ્મ વાળી ટ્રાફિક પોલીસ ન દેખાતી હોય તેમ આંખ આડા કાન કરી જતી રહે છે તો શું કાયદો આમ જનતા માટે જ છે પોલીસ ને કાયદો લાગુ પડતો નથી