બોટાદ જિલ્લા માહિતી કચેરીના વડા તરીકે સહાયક માહિતી નિયામક શ્રીમતિ સપના આર. ભટ્ટીએ પદભાર સંભાળ્યો હતો. કચેરી ખાતે તમામ કર્મચારીઓ દ્વારા પુષ્પગચ્છ વડે અધિકારીનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અધિકારીએ તમામનું અભિવાદન સ્વીકાર્યુ હતું. શ્રીમતિ સપના આર. ભટ્ટી અગાઉ આર.આર.શાખા, માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. કચેરી ખાતે તેમના આગમન વેળાએ સિનિયર ક્લાર્ક ભરતભાઈ દેત્રોજા, માહિતી મદદનીશ હેમાલી ભટ્ટ સહિતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર:વિપુલ લુહાર,બોટાદ
બોટાદ જિલ્લા માહિતી કચેરીના વડા તરીકે પદભાર સંભાળતા સહાયક માહિતી નિયામક શ્રીમતિ સપના આર. ભટ્ટી
RELATED ARTICLES