spot_img
spot_img
Homeગુજરાતબોટાદમાં 43 લાખની છેતરપિંડી કેસમાં એકની ધરપકડ - સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતો...

બોટાદમાં 43 લાખની છેતરપિંડી કેસમાં એકની ધરપકડ – સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતો ભરત સોલંકી પકડાયો, શિલ્પા દવે અને જગદીશને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી

બોટાદ પોલીસમાં ગઈકાલે અમદાવાદની એક મહિલા અને બે પુરુષો વિરૂદ્ધ રૂપિયા 43 લાખની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના મામલે, બોટાદ પોલીસ દ્વારા સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની મહિલા શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના PA સાથે પરીચય છે તેવી વાત કરતા તમામ નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરાવ્યા હોવાનું આરોપી ભરતભાઈ સોલંકીએ પોલીસ પુછપરછમાં કબૂલ કર્યું હતું. જ્યારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદમાં 43 લાખની છેતરપિંડી કેસમાં એકની ધરપકડ:સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતો ભરત સોલંકી પકડાયો, શિલ્પા દવે અને જગદીશને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી

બોટાદ પોલીસમાં ગઈકાલે અમદાવાદની એક મહિલા અને બે પુરુષો વિરૂદ્ધ રૂપિયા 43 લાખની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના મામલે, બોટાદ પોલીસ દ્વારા સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની મહિલા શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના PA સાથે પરીચય છે તેવી વાત કરતા તમામ નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરાવ્યા હોવાનું આરોપી ભરતભાઈ સોલંકીએ પોલીસ પુછપરછમાં કબૂલ કર્યું હતું. જ્યારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ શહેરમાં આદેશવર ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન પરાગભાઈ ગોહિલ કે જેઓએ ANM સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ઘરકામ કરે છે. ત્યારે હેતલબેન તેના પતિ સાથે બે વર્ષ પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થે ગયા હતા. તે સમયે સાળંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ અમદાવાદના શિલ્પાબેન દવે નામના મહિલાની સાથે હેતલબેનનો સંપર્ક કરાવ્યો હતો. શિલ્પાબેને હેતલબેનનો નંબર લીધો હતો અને ત્યાર બાદ શિલ્પાબેને હેતલબેનને જણાવ્યું હતું કે, મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે, જેથી નર્સિંગ નોકરીનું નક્કી થઈ જશે તેમ કહીં નોકરી અપાવવાની લાલચ આપીને હેતલબેન પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને ત્યાર બાદ મેરીટમાં નામ ન આવતા હેતલબેને શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી, પરંતુ શિલ્પાબેન રૂપિયા આપતા ન હતા. જેથી હતલબેનને ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપિંડી કરેલી છે. જેથી હેતલબેને ત્રણેય વિરૂદ્ધ બોટાદ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

બોટાદ શહેરનાં હેતલબેન તેમજ બોટાદ જિલ્લાના 7 લોકો તેમજ અન્ય જિલ્લાના 8 મળી કુલ 16 લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માંગણી કરી હતી. જેથી ભોગબનનાર તમામ લોકોએ અલગ અલગ રીતે 43 લાખ રૂપિયા શિલ્પાબેનને આપેલા, પરંતુ તમામ ભોગબનનાર નોકરી ઈચ્છુંકોને મેરીટમાં નામ ન આવેલું અને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી, પરંતુ શિલ્પાબેને રૂપિયા પરત ન કરતા આખરે બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે, ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ રૂપિયા 43 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.બોટાદ પોલીસે છેતરપિંડીની ફરિયાદને આધારે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ભરતભાઈની પુછપરછ કરતા શિલ્પાબેન જે અમદાવાદ રહે છે અને તે સાળંગપુર દર્શને આવેલા તે સમયે તેઓએ વાત કરી હતી કે મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરીચય છે એટલે આરોગ્યમાં કોઈને નોકરીનું કામ હોય તો કહેજો જેથી મેં 16 નોકરી ઈચ્છુંક લોકોનો શિલ્પાબેનનો સંપર્ક કરાવ્યો હતો. તેમ પોલીસ પુછપરછ દરમિયાન ભરતભાઈએ કબુલ્યું હતું. જ્યારે બોટાદ પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હોવાનું બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular